સુરત : કેમેરા-લેન્સની ચોરી કરવા આવેલા 2 શખ્સો CCTVમાં કેદ, રૂ. 1.96 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ...

તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી રૂ. 1.96 લાખના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા

New Update
  • વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં બની ચોરીની ઘટના

  • સ્ટુડિયોમાંથી રૂ. 1.96 લાખના કેમેરાલેન્સમોબાઈલની ચોરી

  • ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ

  • સગીર સહીત અન્ય શખ્સની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી

  • પોલીસે કેમેરાલેન્સ સહિત મોબાઈલનો મુદ્દામાલ જપ્ત કર્યો 

Advertisment

સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલા સ્ટુડિયોમાંથી કેમેરા અને લેન્સની ચોરી કરનાર એક સગીર સહીત અન્ય આરોપીની પોલીસે ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલા એક સ્ટુડિયોમાંથી ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં અજાણ્યા તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતોજ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી રૂ. 1.96 લાખના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જ્યારે વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. સ્ટુડિયો માલિકે CCTV ફૂટેજ જોતાં ચોરીનો બનાવ કેદ થઈ હોવાનું નજરે પડ્યું હતું. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતીત્યારે ચોરીના ગુન્હામાં સંડોવાયેલા એક સગીર સહીત અન્ય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories