સુરત : ઉધનામાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ...

સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી પર બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઈ ગયા હતા.

New Update
સુરત : ઉધનામાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો છે. તો બીજી તરફ, પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી પર બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો હતો. અગાઉ 4 દિવસ પહેલા થયેલા ઝઘડામાં આ ફાયરીંગ કરાયું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. તો બીજી તરફ ધોળા દિવસે જાહેરમાં ફાયરીંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં ભંગારના વેપારી જાવીદ સલીમ શાહ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેઓ સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન આગળ ઉભા હતા, ત્યારે તેમનાથી દસેક ફૂટના અંતરે 2 અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી ફાયરીંગ કર્યું હતું. જોકે, આ અંગત અદાવતમાં બનાવ બન્યો હોવાની હાલ માહિતી મળી છે, ત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories