સુરત: કાછબ ગામ નજીક અકસ્માતમાં હાંસોટના ઇલાવ ગામના 2 યુવાનોના મોત, માર્ગ પર ભૂંડ આવી જતા બાઈક વીજ પોલ સાથે ભટકાય

સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા

New Update
  • સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ નજીક અકસ્માત

  • માર્ગ પર ભૂંડ આવી જતા સર્જાયો અકસ્માત

  • બાઈક વીજ પોલ સાથે ભટકાય

  • હાંસોટના ઇલાવ ગામના 2 યુવાનોના મોત

  • કીમ પોલીસે તપાસ શરૂ કરી

સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના ત્રણ યુવાનો સંજય બુધાભાઈ રાઠોડ, પિયુષ નવીનભાઈ મૈસુરિયા અને રાકેશ રમણભાઈ રાઠોડ સુરતના સાયણ ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય આજે સવારે નિત્યક્રમ મુજબ તેઓ બાઈક પર નોકરીએ જવા નીકળ્યા હતા એ દરમિયાન કીમ પોલીસની હદમાં આવતા કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક જ ભૂંડ આવી જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક નજીકમાં રહેલ વિજપોલ સાથે ધડાકાભેર ભટકાય હતી.આ અકસ્માતમાં સંજય રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પિયુષ મૈસૂરિયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ તરફ રાકેશ રાઠોડને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવની જાણ થતાની  સાથે જ કીમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories