/connect-gujarat/media/post_banners/c424b96bc7a846b87364716245d31925aaccd61609c96bacfe54f488da061ffd.webp)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે.બાઈક પર સવાર બે યુવકોને અજાણ્યા વાહનચાલકે ટકર મારતા બન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય મહેશ પાડવી અને નીતિન પાડવી પાંડેસરા બાટલીબોય ખાતે આવેલ કલર ટેક્સ મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આજે તેઓ બાઇક પર નોકરીએ જવા ઘરથી નીકળ્યા હતા દરમિયાન પાંડેસરા બાટલીબોય ખાતે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક મહેશ પાડવીને પરિવારમાં પત્ની,બે પુત્ર એક પુત્રી છે અને નીતિન પાડવી પરણિત છે. બન્ને યુવાનોના અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ છે.