/connect-gujarat/media/post_banners/2c34bbcffa70ddbe30d67993aeb2705a82b359247a62127668746236ee59a29f.jpg)
સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષે યુવકે આપઘાત કર્યો છે આપઘાત પહેલા યુવકે પોતાની માતાને ફોન કરી ખાવાની તકલીફ પડી હોવાનું જણાવી વતનથી સુરત આવવા કીધું હતું. છેલ્લા એક મહિનાથી યુવક બેકાર હતો અને નોકરીની તલાશ કરતો હતો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જગન્નાથ નગરમાં ભાડાના મકાનમાં એકલો રહેતો 22 વર્ષીય કાલુ મહંતી ઓરિસ્સા ગંજામનો વતની છે. કાલુ નવ વર્ષનો હતો તે દરમિયાન તેના પિતાનું અવસાન થઈ ગયું હતું પરિવારમાં ચાર બહેન અને માતા છે. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.એક મહિનાથી કાલુની નોકરી છૂટી જતા હતાશામાં રહેતો હતો. ગતરોજ રાત્રે કાલુએ માતાને ફોન કરી જણાવ્યું હતું કે ખાવાની તકલીફો પડી રહી છે. એક મહિનાથી નોકરી છૂટી ગઈ છે જેથી તમે સુરત આવી જાઓ માતાએ પુત્રને વતન આવી જવા જણાવ્યું હતું ત્યાર બાદ યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે