સુરત : લિફ્ટમાં માથું ફસાઈ જતાં 22 વર્ષીય યુવકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

લિફ્ટમાં માથું ફસાઈ જતા 22 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,

New Update
સુરત : લિફ્ટમાં માથું ફસાઈ જતાં 22 વર્ષીય યુવકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

સુરત શહેરના વેસુ વિસ્તારમાં લિફ્ટમાં માથું ફસાઈ જતા 22 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વેસુ ખાતે આવેલી રઘુવીર સત્ય સાઈટ ખાતે રહેતો 22 વર્ષીય શંભુ સુદર્શન બાબરી સાઈટમાં કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન લિફ્ટ ખરાબ થઇ જતાં તેનું માથું ફસાઈ જવા સાથે ગળું દબાઈ ગયું હતું. તો બીજી તરફ, આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.

બનાવના પગલે યુવકને ગંભીર ઈજાઓ પહોચતા સગા-સબંધીઓ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ વેસું પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories