સુરત : વર્ષ 2027 સુધીમાં કરોડો રૂપિયાના ખર્ચે 2.64 લાખ પાવરલૂમ્સ ઈન્સ્ટોલ કરાશે, નવા રોજગાર ઊભા થશે

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં સતત અપગ્રેડેશન થઈ રહ્યું છે, ત્યારે હવે પાવરલૂમ્સ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2027 સુધીમાં 55,900 કરોડનું રોકાણ કરવામાં આવશે.

New Update
સુરત : વર્ષ 2027 સુધીમાં કરોડો રૂપિયાના ખર્ચે 2.64 લાખ પાવરલૂમ્સ ઈન્સ્ટોલ કરાશે, નવા રોજગાર ઊભા થશે

સુરત શહેરની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં સતત અપગ્રેડેશન થઈ રહ્યું છે, ત્યારે હવે પાવરલૂમ્સ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2027 સુધીમાં 55,900 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેમાં નવા મશીનો ઈન્સ્ટોલ થશે જેનાથી નવી રોજગારીની તકો ઊભી થશે.

આગામી 5 વર્ષમાં પાવરલૂમ્સ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે અપગ્રેડેશન થશે તેના પ્રોજેકશન માટે કેન્દ્રીય ટેક્સટાઈલ કમિશનરે 'ઈન્ડિયન ઓન ફ્યુચર ઓફ પાવરલૂમ્સ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા' વિષય અંતર્ગત દેશના અલગ અલગ ટેક્સટાઈલ સંગઠનો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં સુરતથી ચેમ્બર અને ફિઆસ્વીના આગેવાનો જોડાયા હતા. બન્ને સંગઠનોએ વર્ષ 2027 સુધીમાં પાવરલૂમ્સ સેક્ટરમાં અપગ્રેડેશન કેવી રીતે થશે તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

જેમાં વિગતો આપવામાં આવી હતી કે, આવનારા 5 વર્ષમાં 55,900 કરોડનું રોકાણ થશે તેની સામે સરકાર 14,125 કરોડ રૂપિયાની સબસિડી આપશે. ઉપરાંત 2,64,000 જેટલા નવા મશીનો ઈન્સ્ટોલ થશે, જ્યારે આ 5 વર્ષમાં પાવરલૂમ્સ અપગ્રેડ થવાથી 54,600 નવા રોજગારની તકો પણ ઊભી થશે. આ સાથે જ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવશે. આ સમગ્ર મિટિંગમાં લુધિયાણા, ઉત્તરપ્રદેશ, બનારસ, વારાણસી, ભિવંડી, કલકત્તા, ઈરોડ અને તિરૂપુર સહિતના રાજ્યો તેમજ શહેરમાંથી અલગ અલગ ટેક્સટાઈલ સંગઠનોએ ભાગ લીધો હતો.

Latest Stories