વરાછા વિસ્તારમાં નજીવી બાબતે ખેલાયો હતો ખૂની ખેલ
રામનગર સોસાયટીમાંથી સામે આવ્યો હતો હત્યાનો બનાવ
ઓવરટેક કરવા જતાં યુવાનો વચ્ચે થઈ હતી બોલાચાલી
છરીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો
યુવકની હત્યા કરનાર 3 હત્યારાઓની પોલીસે કરી ધરપકડ
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓવરટેક કરવાની બાબતે થયેલ બોલાચાલીમાં એક યુવકની હત્યા થઈ હતી, ત્યારે યુવકની હત્યા કરનાર 3 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર તથા જિલ્લામાં લૂંટ, ધાડ સહિત હત્યાની ઘટનાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારના રામનગર સોસાયટીમાં જેનીશ ચૌહાણ નામનો યુવક મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઓવરટેક કરવા જતાં અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
હત્યા મામલે વરાછા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તેવામાં હત્યારાઓનું પગેરું મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા ડેની, વિમલ અને ઉત્તમ નામના 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.