સુરત: 30 વર્ષીય યુવકે આર્થિક મંદીથી કંટાળી કર્યો આપઘાત,પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

New Update
સુરત: 30 વર્ષીય યુવકે આર્થિક મંદીથી કંટાળી કર્યો આપઘાત,પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરમાં રહેતો મૂળ મહારાષ્ટ્રના જલગાવાનો વતની 30 વર્ષીય અજય રમેશ સોનવનેએ આર્થિક મંદીના કારણે પોતાના જ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો છે અજય પહેલા જરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી નોકરી છૂટી જતા નોકરીની તલાશમાં ભટકતો હતો. બે મહિનાથી અજય બેકાર હોવાથી ઘરમાં આર્થિક મંદી પડી રહી હતી. જેથી અજય હતાશ આવી જતા પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મરણ જનાર અજય ના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા તેઓ પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહેતો હતો ગતરોજ સાંજ સમયે અજયની પત્ની ઘરના આંગણે બેઠી હતી. દરમિયાન અજય બહારથી આવ્યો અને ઘરના પાછળના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંક આવી લીધું હતું. યુવકને આપઘાત કરેલી હાલતમાં જોઈ પરિવાર શોખમાં ગરકામ થઈ ગયો હતો. તો બીજી બાજુ દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.સમગ્ર મામલે પાંડેસરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના આવી પહોંચી હતી. યુવકના મૃતદેહને નીચે ઉતારી પીએમ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી

Read the Next Article

સુરત : રૂ. 1.69 લાખના અફીણ સાથે સારોલી પોલીસે એક ઈસમની ધરપકડ કરી...

સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસને મળી સફળતા

  • નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન અંતર્ગત કાર્યવાહી કરી

  • રૂ. 1.69 લાખના અફીણના જથ્થા સાથે એક ઈસમ ધરપકડ

  • આરોપી રાજસ્થાનથી અફીણનો જથ્થો લઈ સુરત આવ્યો હતો

  • રાજસ્થાનથી અફીણ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરાયો

સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થોનો કારોબાર કરતા અનેક શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છેત્યારે હવે વધુ એકવાર અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરવામાં આવી છે. સારોલી પોલીસે બાતમીના આધારે સીમાડા ચેકપોસ્ટ ખાતેથી એક ઇસમને ઝડપી પાડ્યો છે. જેસારામ નાઈ રાજસ્થાન ખાતેથી 565 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 1.69 લાખના જથ્થા સાથે સુરતમાં આવ્યો હતોત્યારે હાલ તો પોલીસે જેસારામ નાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફરાજસ્થાનથી અફીણ આપનાર રમેશ રામને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Latest Stories