સુરત: 36 વર્ષીય ગર્ભવતી મહિલાને ગભરામણ થયા બાદ મોત નિપજયુ, મોતનું કારણ અકબંધ

સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને ગભરામણ થઈ હતી અને બેભાન થઈ ગઈ હતી.

New Update
સુરત: 36 વર્ષીય ગર્ભવતી મહિલાને ગભરામણ થયા બાદ મોત નિપજયુ, મોતનું કારણ અકબંધ

સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને ગભરામણ થઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો હોસ્પિટલ લઈને દોડી ગયા હતા. જો કે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

મૂળ મહારાષ્ટ્રના રમેશ ગાયકવાડ પત્નીની રત્ના અને ચાર વર્ષની દીકરી સાથે નવાગામ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા હતા. સુરતમાં છેલ્લા 15 વર્ષથી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ તેમની પત્ની રત્નાને ચાર માસનો ગર્ભ છે. આજે સવારે ઉઠ્યા બાદ તે ટોયલેટ ગઈ હતી. ટોયલેટમાંથી બહાર નીકળ્યા બાદ ગભરામણ થઈ હતી. જેથી પતિએ કહ્યું હતું કે થોડો આરામ કરી લે. જોકે પત્નીને થોડી ક્ષણો બાદ પતિએ ઉઠાડતા તે ઊઠી ન હતી. જેથી પતિએ મકાનમાલિક સહિતના લોકોને બોલાવ્યા હતા. પરિવારજનો રચનાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરતા ઘટનાને જાહેર કરી હતી. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રત્નાના મોતથી એકની એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

Latest Stories