સુરત : તાવના કારણે લોહીની ઊલટી થયા બાદ 4 વર્ષિય બાળકનું મોત, પરિજનોમાં શોકનો માહોલ

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

New Update
Advertisment

સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છેત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisment

સુરત શહેર તથા જીલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુમલેરિયાતાવઝાડા-ઉલટી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતા લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેવામાં ગઈકાલે સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું હતુંત્યારે આજે પુણાગામમાં રહેતા 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત નીપજ્યું છે. 4 વર્ષીય બાળક રુદ્ર ચૌહાણને છેલ્લા 4-5 દિવસથી તાવ આવતો હતો. જેથી તેના માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ તબિયત વધુ લથડતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેમૃતક બાળકને કોઈ પણ જાતની બીમારી ન હતી. ફક્ત 4-5 દિવસના તાવમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Latest Stories