સુરત : 40 વર્ષીય બ્રેઈન ડેડ હિતેશ કાચરીયાએ 7 વ્યક્તિઓને આપ્યું નવજીવન, હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

New Update
0

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વાટલીયા પ્રજાપતિ સમાજના 40 વર્ષીય બ્રેઈન ડેડ હિતેશ નથુભાઈ કાચરીયાના હૃદયફેફસાલિવરકિડની અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કરી કાચરીયા પરિવારે 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરત શહેરમાં કતારગામ ખાતે આવેલા વિશાલનગરમાં રહેતા અને હોટફિક્ષ (ટેક્ષટાઈલ) મશીન પર જોબવર્ક કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હિતેશભાઈને માથામાં દુ:ખાવોવોમિટીંગ અને ચાલવામાં તકલીફ થવાને કારણે ગત તા. 10 ડિસેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને તા. 11 ડિસેમ્બરના રોજ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે MRI કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો વધી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. 12 ડિસેમ્બરના રોજ ફરી એક વખત MRI કરાવતા નાના મગજનું પાણીનું પ્રેશર ઘટી જવાને કારણે નાનું મગજ કરોડરજ્જુના ભાગમાં ખસી જવાને કારણે નાના મગજમાં લકવો થયો હોવાનું નિદાન થયું હતું.

જેને કારણે નાના મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઇ જતા નાનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું હતું. તા. 16 ડિસેમ્બરના રોજ હિતેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ અંગે ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી હિતેશભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી હિતેશભાઈના પત્ની જીતનાગૌરીપુત્રી ખુશીપિતા નથુભાઈભાઈઓ અશોકભાઈદીપકભાઈસાળા સંદીપભાઈપિતરાઈ ભાઈ ચંદ્રેશભાઈદિલીપભાઈજયંતીભાઈકાંતિભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

હિતેશભાઈના સ્વજનોએ જણાવ્યું હતું કેઅંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા. શરીર તો રાખ જ થઇ જવાનું છેઅમારા સ્વજનના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલનેલિવર સુરતની કિરણ હોસ્પિટલને2 કિડની માંથી એક કિડની અમદાવાદની શેલ્બી હોસ્પિટલને અને બીજી કિડની સ્ટર્લીંગ હોસ્પિટલને ફાળવવામાં આવી. NOTTO દ્વારા ફેફસા ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ગામ વસઈ તા. વિજાપુર જી.મહેસાણાના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં દિલ્હીના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ થાણેમહારાષ્ટ્રના રહેવાસી 37 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની શેલ્બી હોસ્પિટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. હૃદય અને ફેફસા સમયસર અમદાવાદ અને ગુરગાઉ પહોચાડવા માટે INS હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગના 2 ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કેહૃદયફેફસાહાથનાનું આતરડુંલિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 128 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.