Connect Gujarat
સુરત 

સુરત : 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક વૃદ્ધાનું મોત, મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું...

સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે,

X

સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે, ત્યારે કોરોનાના કેસ સામે આવતા મનપા તંત્ર પણ સતર્ક થયું છે.

સુરત શહેર તહતા જિલ્લામાં કોરોનાના કેસ ફરી ધીમે ધીમે સામે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની અંદર જ એટલે કે, 10 માર્ચ 2023 સુધી કોરોનાના 5 કેસ સામે આવી ચુક્યા છે, તેમજ એક 60 વર્ષીય વૃદ્ધાનું પણ મોત નીપજ્યું છે. મૃતક વૃદ્ધા કાપોદ્રા વિસ્તારમાં રહેતી હતી, અને તેઓને છેલ્લા 12 દિવસથી શ્વાસ લેવા અને પગમાં સોજાની તકલીફ હતી. આથી સારવાર માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં કોરોનાનો રીપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. તેઓના સંર્પકમાં આવેલા ઘરના 7 સભ્યો સહીત 15 લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટીવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી, ત્યારે હાલ તો આરોગ્ય અધિકારી દ્વારા લોકોને શરદી, ખાસી, તાવ સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર કરાવાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story