સુરત : લોન્ડ્રી કારખાનાની લિફ્ટનો તાર તૂટી પડતાં ત્રીજા માળેથી 8 શ્રમિકો પટકાયા, એક શ્રમિકનું મોત

ભટાર વિસ્તારમાં લોન્ડ્રીના કારખાનાની લિફ્ટ પટકાઇ, લિફ્ટમાં સવાર 8 પૈકી એક કામદારનું ઘટના સ્થળે મોત

New Update
સુરત : લોન્ડ્રી કારખાનાની લિફ્ટનો તાર તૂટી પડતાં ત્રીજા માળેથી 8 શ્રમિકો પટકાયા, એક શ્રમિકનું મોત

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ લૂમ્સ અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા 8 કામદારો લિફ્ટનો તાર તૂટી પડતાં ત્રીજા માળેથી પટકાયા હતા. આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે 7 કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગિરધર એસ્ટેટ-2માં આવેલા લૂમ્સ અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. ત્રીજા માળે આવેલી લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ 8 જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો, અને ત્રીજા માળેથી સીધી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. જેને લઇ લિફ્ટમાં સવાર 8 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જોકે, લિફ્ટ ધડાકાભેર નીચે પડતાં 8 કામદારમાંથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 7 કામદારોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ લિફ્ટ જ્યાં તૂટી છે તે જગ્યાએ પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories