પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇન્દિરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે. મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. તેમની પત્ની પણ નોકરી કરીને પતિને મદદરૂપ બને છે. રામસેવકના પરિવારમાં પત્ની ઉપરાંત 12 વર્ષની દીકરી રેશમા અને બે પુત્ર છે. રેશમાએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. ઘરે કોઈ ન હતું ત્યારે રેશમાએ ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી. પિતા રામસેવકે જણાવ્યું હતું કે, હું ટેમ્પોની વર્ધીમાં હતો, દરમિયાન ફોન આવતા હું તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. ઘર બહાર લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ મેં મારી દીકરીને લટકતી હાલતમાં જોઈ આઘાતમાં સરી પડ્યો હતો. સવારે દીકરીને હું જે કામ સોંપીને ગયો હતો તેમાંથી અડધું જ કામ કર્યું હતું.