Connect Gujarat
સુરત 

સુરત : માત્ર 14 દિવસની બાળકીને મોં-નાકમાંથી દૂધ નીકળતા પિતાએ ઊંચકીને સિવિલ પહોંચાડી, પણ ન બચી..!

શહેરમાં માત્ર 14 દિવસની બાળકીનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રે માતાએ દૂધ પાવાનો પ્રયાસ કર્યો હતો

X

સુરત શહેરમાં માત્ર 14 દિવસની બાળકીનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રે માતાએ દૂધ પાવાનો પ્રયાસ કર્યો હતો, પણ દૂધ પીતી નહોંતી. ત્યારબાદ બાળકીના નાક અને મોંઢામાંથી દૂધ બહાર આવતા પિતા 1 કિમી દોડીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, પોતાની બાળકીને તે બચાવી શક્યા ન હતા.

મળતી માહિતી અનુસાર. મૂળ ઉત્તપ્રદેશ અને હાલ સુરત શહેરના સોસિયો સર્કલ નજીક આવેલ અંબાનગર સોસાયટીમાં 25 વર્ષીય દીપુ પાંડે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 દીકરી છે. દીપુ લોન્ડ્રીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીપુની પત્નીએ 14 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. જેને 10 દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દીકરીના જન્મ બાદ પરિવાર દ્વારા દીકરીનું નામ માનવી રાખવામાં આવ્યું હતું. દીકરી એકદમ સ્વસ્થ હતી. આ દરમિયાન રાત્રે માતા દીકરીને દૂધ પીવડાવતા હતા પણ બાળકી દૂધ પીતી ન હતી. જેથી માતાએ માલિશ પણ કર્યું હતું, તો પણ દીકરી રડ્યા જ કરતી હતી. ત્યારબાદ દીકરીના મોં અને નાકમાંથી દૂધ નીકળવા લાગતા પિતા પણ દોડી આવ્યા હતા. પિતા દીકરીને ઊંચકીને ઘરની બહાર ગયા હતા. દીકરીને સિવિલ કઈ રીતે લઈ જવી તેની મૂંઝવણ ચાલી રહી હતી, અને રિક્ષા પણ મળતી ન હતી. જેથી પિતા દીકરીને ઊંચકીને 1 કિમી ભાગતા ભાગતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં 14 દિવસની બાળકી હોવાથી ફરજ પરના તબીબોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જોકે, બાળકીને કોઈ સારવાર મળે તે પહેલા જ મોતને ભેટી હતી. ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

Next Story