સુરત : ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી બાદ યુવક લંડન ભણવા જવાનો હતો..!

ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો.

New Update
સુરત : ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી બાદ યુવક લંડન ભણવા જવાનો હતો..!

ગરબાની પ્રેક્ટિસ વેળા 26 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક

યુવકને સારવાર અર્થે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો

યુવકના અચાનક મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ

સુરતમાં ગરબા રમી રહેલો 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે હાર્ટ એટેકની આશંકાના પગલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

મળતી માહિતી અનુસાર, સુરતના પાલનપુર ગામમાં આવેલી રાજહંસ એપ્લા સોસાયટીમાં 26 વર્ષીય રાજ મોદી પરિવાર સાથે રહેતો હતો. એકનો એક દીકરો હતો, અને અપરિણીત હતો. આ યુવક સુરતમાં જ આવેલા કાર-શો રૂમના સર્વિસ સ્ટેશનમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. જે આગામી ડિસેમ્બર મહિનામાં મિકેનિકલ વિષય પર વધુ ભણવા લંડન જવાનો હતો. જોકે, રાજ મોદી વિદેશ જતાં પહેલાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા ઈચ્છતો હતો. જેથી ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો.

ગત રોજ સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો. આ દરમ્યાન ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ કરતી વેળા પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ તે ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ ઢળી પડતા હોલમાં ભાગદોડ મચી ગઇ હતી. રાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી તરફ, યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું કારણ સામે આવશે.

Latest Stories