Connect Gujarat
સુરત 

સુરત: પાંડેસરામાં લુમ્સ ખાતામાં કરંટ લાગતા 28 વર્ષના યુવાનનું મોત નિપજયુ,પોલીસે તપાસ શરૂ કરી

ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેના હાથમાં રહેલ બીમ છુટ્ટા કરવાનો તાર હતો તે વીજળીના ખુલ્લા તારને અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

X

સુરતના પાંડેસરામાં લુમ્સ ખાતામાં કરંટ લાગતા 28 વર્ષે યુવકનું મોત નિપજ્યું છે યુવક લુમ્સ ખાતામાં કામ કરી રહ્યો હતો.અચાનક ઇલેક્ટ્રીક બોર્ડ માં કરંટ લાગી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં આવેલ શિવાજી નગર ખાતે રહેતો 28 વર્ષીય દીપક વસંત પાટીલ પાંડેસરા ગોવાલક ખાતે આવેલ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ દિપક લુમ્સ ખાતામાં કામ કરી રહ્યો હતો.

દરમ્યાન ઇલેક્ટ્રીક બોર્ડ પાસે દિપકના હાથમાં રહેલ બીમ છુટ્ટો કરવાનો તાર અડી જતા કરંટ લાગી ગયું હતું.જેથી ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર મામલે પાંડેસરા પોલીસ જાણ કરી હતી.મૃતક યુવકના સંબંધી રાજુ પાટીલે જણાવ્યું હતું કે યુવક લુમ્સ ખાતામાં કામ કરતો હતો. ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેના હાથમાં રહેલ બીમ છુટ્ટા કરવાનો તાર હતો તે વીજળીના ખુલ્લા તારને અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Next Story