Connect Gujarat
સુરત 

સુરત: રાષ્ટધ્વજના અપમાન બદલ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સામે નોંધાયો ગુનો

સુરતમાં યોજાયેલ તિરંગા યાત્રા દરમ્યાન રાષ્ટ્રધ્વજનું આપમાન કરવા બદલ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે

X

સુરતમાં યોજાયેલ તિરંગા યાત્રા દરમ્યાન રાષ્ટ્રધ્વજનું આપમાન કરવા બદલ આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે

સુરતમાં તિરંગા યાત્રામાં જ રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવનાર આમ આદમી પાર્ટીએ ગત 11 માર્ચના રોજ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તે અંતર્ગત સીમાડાનાકા સ્થિત આપના કાર્યાલય આગળ લોકો રાષ્ટ્રધ્વજ લઈને ઉભા હતા.

તે પૈકી મહાનગરપાલિકાના વોર્ડ નં.16 ના મહિલા કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઈ કેવડીયાએ જ રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી લહેરાવ્યો હતો.રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી લહેરાવ્યો હોવાનો ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. આ અંગે મૂળ અમરેલીના સાવરકુંડલાના નેસડી ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક કૃષ્ણકુંજ સોસાયટી ઘર નં.31 માં રહેતા 47 વર્ષીય વેપારી પ્રણવકુમાર પટેલે કરેલી અરજીના આધારે સરથાણા પોલીસે ગત મોડીરાત્રે શોભનાબેન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Next Story