સુરત : કાપડના વેપારીએ લગ્નની લાલચે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

કાપડ નગરી સુરતના વેસુ વિસ્તારની મહિલા સાથે લગ્નની લાલચે વડોદરાના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

New Update
Advertisment
  • કાપડનગરી સુરતનો ચકચારી બનાવ

  • કાપડના વેપારી પર લાગ્યો આરોપ

  • મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

  • લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

Advertisment
કાપડ નગરી સુરતના વેસુ વિસ્તારની મહિલા સાથે લગ્નની લાલચે વડોદરાના કાપડના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના વેસુ વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડ વેપારીએ શારીરિક સંબધ બાંધ્યા હતા.તે ઉપરાંત કાપડના વેપારીએ રૂપિયા 64 લાખની રકમ પણ પડાવી લીધી હતી મહિલા અને કાપડ વેપારી મેટ્રીમોની સાઇટથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.મહિલા જોડે આરોપી વેપારીએ તેના ઘરે અને મુંબઈ ખાતે હોટેલમાં શારીરિક સંબધ બાંધ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.જ્યારે મહિલાએ તેને લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે મહિલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી કાપડ વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે  બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.પોલીસે ફરિયાદના આધારે  આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories