સુરત : ચાલુ ટ્રેનમાં ચડવા જતાં નીચે પટકાઈ સ્મીમેરની ડોક્ટર, સારવાર દરમિયાન થયું મોત

સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા બિલિમોરાની યુવતીનું મોત થયું હતું.

New Update
સુરત : ચાલુ ટ્રેનમાં ચડવા જતાં નીચે પટકાઈ સ્મીમેરની ડોક્ટર, સારવાર દરમિયાન થયું મોત

સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા બિલિમોરાની યુવતીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરત રેલવે સ્ટેશન પર સોમવારે સાંજે પ્લેટફોર્મ નંબર 2 પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા સ્મીમેરની ઇન્ટર્ન ડોક્ટર પ્રિયાબેન જીતુભાઇ પટેલનું મોત થયું હતું. સ્મીમેરની ઇન્ટર્ન ડૉક્ટર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચે ફસાઈ હતી જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને ગંભીર હાલતમાં સ્મીમેરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બીલીમોરાના વંકાલ ગામમાં આવેલા વજીફા ફળિયામાં રહેતી પ્રિયાબેન પટેલ સ્મીમેર હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ગત સોમવારે સાંજે સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-બે પર ચાલુ મેમુ ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાઇ હતી. જેના કારણે તે પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બા વચ્ચે ફસાઇ ગઇ હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તરત જ તેને સારવાર માટે ગંભીર હાલતમાં સ્મીમેરમાં ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Latest Stories