Connect Gujarat
સુરત 

સુરત : સૂકા ઘાસનો જથ્થો ભરીને લઈ જતાં આઇસર ટેમ્પોમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

X

સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરાથી સુરત જતાં માર્ગ પર સુરતના કોસંબા નજીક એક આઇસર ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી. ટેમ્પોમાં આગ લાગતાં જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે આઇસર ટેમ્પોમાં ભરેલો કેટલોક સૂકો ઘાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ, હાઇવે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા JCB મશીનની મદદ લઈ માર્ગ પર પડેલો ઘાસનો જથ્થો ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે હાઇવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. તો બીજી તરફ, આઇસર ટેમ્પોમાં આગ લાગવાનું કારણ હાલ સુધી જાણી શકાયું નથી.

Next Story