Connect Gujarat
સુરત 

સુરત: કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ બની ખંડેર

સુરત ઓલપાડના કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ ખંડેર બની છે.

X

સુરત ઓલપાડના કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ ખંડેર બની છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શાળા આજદિન સુધી એક પણ બાળકએ પગ મૂક્યો નથી. શુ છે સમગ્ર મામલો જુઓ આ રિપોર્ટમાં

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે સુરત જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા આવેલ છે, આજથી આઠ-નવ વર્ષ પહેલાં અંદાજીત 22 લાખના ખર્ચે ગામમાં આ પ્રાથમિક શાળા બનાવામાં આવી, ત્યારે નવાઈની વાત એ છે કે લાખોના ખર્ચે નવી નક્કોર બનેલી શાળામાં આજદિન સુધી એક પણ વિધાર્થીએ પગ મૂક્યો નથી. જોકે તંત્ર દ્વારા ચોક્કસ આયોજન વગર શાળાને બનાવી તે આની પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. શાળાના પાછળના ભાગે મોટી ખાડી આવેલી છે, જેમાં બારેય માસ પાણી રહે છે. શાળાની સામે તળાવ આવેલું છે, જે ચોમાસા દરમિયાન છલોછલ રહે છે. શાળાને લગોલગ રસ્તો છે, જે સતત લોડીગ વાહનોથી ધમધમતો રહે છે. જેને લઈને વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડરે છે. તો બીજી તરફ કોઈપણ પ્રકારની સ્થળ તપાસ કર્યા વગર શિક્ષણ વિભાગે શાળા બનાવી દીધી અને લાખો રૂપિયાનો વેડફાટ કરી નાખ્યો છે.

એક બાજુ સુરત જિલ્લામાં ઘણી એવી શાળાઓ છે જેમાં બાળકોને ભારે હાલાકી સાથે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન વગર તૈયાર લાખો રૂપિયા ખર્ચીને શાળા તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ બાબતે સરકાર દ્વારા સમિતિ બનાવામાં આવે અને આવી ગંભીર બેદરકારી દાખવાનાર જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Next Story