/connect-gujarat/media/post_banners/763e41d3620d75bc97b1ed99270f286b9974a1b641f4949e2c330071fae20be0.jpg)
સૂર્યપુત્રી તાપીના અવતરણ દિવસ નિમિત્તે સુરતના જહાંગીરપુરા નજીક કુરુક્ષેત્ર સમસાન ભૂમિ ખાતે તાપી નદીના કિનારે 851 મીટર લાંબી વિશાળ ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સૂર્યપુત્રી તાપીના અવતરણ દિવસ નિમિત્તે તાપી નદીની પૂજા-આરતી સહિતના કાર્યક્રમોની ઝાંખી જોવા મળી હતી. જહાંગીરપુરા ઓવારા ખાતે અષાઢ સુદ સાતમના દિવસે દર વર્ષે માં તાપી જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ શુભ અવસરે સાધુ સંતોની ઉપસ્થિતિમાં તાપી નદીને 851 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. તાપી નદીના અલગ અલગ ઓવારા ખાતે વિશેષ પૂજા અર્ચના માટે સુરતવાસીઓની મોટી ભીડ જોવા મળી હતી.