સુરત : એંથમ સર્કલ ભક્તિબાગ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો,1.50 લાખ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી

આ પ્રસંગે લાલજી મહારાજ, વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમાર, મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બે હજારથી વધુ સ્વયંસેવકોએ તમામ વ્યવસ્થા સંભાળી હતી

New Update
  • એંથમ સર્કલ ભક્તિબાગ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો

  • ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા કરાયું આયોજન

  • 12 હજાર કિલો બાજરાના લોટના રોટલા તૈયાર કરાયા

  • 750 કિલો ઘીમાં બનાવ્યું 20 હજાર કિલો રીંગણાંનું શાક

  • 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લ્હાવો લીધો

સુરતના એંથમ સર્કલ ભક્તિબાગ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો,જેમાં 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

સુરતના એંથમ સર્કલ ખાતે  ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લાલજી મહારાજવૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ કુમારમહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બે હજારથી વધુ સ્વયંસેવકોએ તમામ વ્યવસ્થા સંભાળી હતી.આ શાકોત્સવમાં 12 હજાર કિલો બાજરાના લોટના રોટલા,20 હજાર કિલો રીંગણાના શાક માટે 750 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત રોટલા-ખીચડી વગેરે બનાવવા માટે દેશી ચૂલા તૈયાર કરાયા હતા.અને 10 હજાર કિલો ખીચડી અને 4500 લિટર કઢીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો.આ ભવ્ય શાકોત્સવમાં 1.50 લાખ ભક્તોએ પ્રસાદનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

Latest Stories