Connect Gujarat
સુરત 

સુરત : ચલથાણ નજીક પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર...

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન જીતેન્દ્ર મુરલીધર સરોદે જેઓ નોકરીથી પરત ફરી ઘરે જઈ રહ્યા હતા,

સુરત : ચલથાણ નજીક પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર...
X

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન જીતેન્દ્ર મુરલીધર સરોદે જેઓ બાઈક લઇને નોકરીથી પરત આવી રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા GRD જવાનને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન જીતેન્દ્ર મુરલીધર સરોદે જેઓ નોકરીથી પરત ફરી ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. પલસાણાના ચલથાણ નજીક આવેલ પ્રિન્સ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહને GRD જવાનની બાઈકને ધડાકાભેર ટક્કર મારતાં GRD જવાન રોડ પર પડી ગયા હતા, અને તેઓને માથાના ભાગે થતા છાતીના ભાગે તેમજ કમર પર ઈજાઓ થતા તેઓને ૧૦૮ મારફતે તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને બંને ખભાના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ ઇજાગ્રસ્ત GRD જવાનના નાના ભાઈ સંતોષ સરોદેએ કડોદરા જી.આઇ.ડી.સી પોલીસને કરતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Next Story