સુરત : વરાછા રોડ પર હૈયું હચમચાવી દેતી ઘટના, યુવકે ચાલુ બસ સામે ઝંપલાવી કર્યો આપધાત

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો

New Update
સુરત : વરાછા રોડ પર હૈયું હચમચાવી દેતી ઘટના, યુવકે ચાલુ બસ સામે ઝંપલાવી કર્યો આપધાત

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો અને સામેથી સ્કૂલ બસ આવતા જ અચાનક યુવકે ડાઈવ લગાવી બસ નીચે આવી આપઘાત કર્યો હતો. સ્કૂલ બસ નીચે કચડાયેલા આ યુવકને રસ્તા પર કણસતી અવસ્થામાં જોઈ અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું અને બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108ને જાણ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ વરાછા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે. 

Read the Next Article

સુરત : ઉધના રેલવે સ્ટેશન પરથી ATSની ટીમે રૂ.1.59 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સની કરી ધરપકડ,કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

New Update
  • બનાવટી ચલણી નોટનો મામલો

  • આર્થિક તંત્રને ખોખલું કરવાનો મનસૂબો

  • ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાય નોટ

  • ATSએ કરી એક શખ્સની ધરપકડ

  • કોર્ટે આરોપીને આપ્યા રિમાન્ડ મંજુર

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદATS500રૂપિયાના દરની કુલ1,59,500ની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ATSએ 500 રૂપિયાના ડરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે બનાવટી નોટોની હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું પણ નામ ખુલતા સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી10દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી,પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદATSને મળેલી બાતમી અનુસાર સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી500રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો. તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો.

Latest Stories