Connect Gujarat
સુરત 

સુરત : પાંડેસરાની રાણી સતી ડાઇંગ મિલમાં ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ

સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતી ડાઇંગ મિલમાં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી

X

સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતી ડાઇંગ મિલમાં શનિવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. મિલમાં કામ કરતાં કામદારો બહાર દોડી આવતાં તેમનો બચાવ થયો છે. સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતીની મિલમાં ડાઇંગની કામગીરી કરવામાં આવે છે. શનિવારે સવારે 10 વાગ્યાના અરસામાં મિલમાં આગ લાગી હતી. આગના પગલે કામદારો બહાર દોડી આવ્યાં હતાં. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા બે કીમી દુર સુધી દેખાયાં હતાં.

પવન તથા જવલનશીલ કેમિકલના કારણે આગ આખી મિલમાં પ્રસરી ગઇ હતી. સુરત મહાનગર પાલિકા તથા અન્ય કંપનીઓના ફાયર ફાયટર્સ સ્થળ પર દોડી આવ્યાં હતાં. 15 થી વધારે લાયબંબાઓમાંથી પાણી છોડી આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. મિલની અંદર જવલનશીલ કેમિકલનો જથ્થો હોવાથી આગને બુઝાવવા માટે ફોર્મની મદદ લેવામાં આવી છે. હજી પણ આગ ચાલુ છે પણ ધીમે ધીમે મિલમાંથી બચેલો સામાન બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અમારા રીપોર્ટરે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ઓફિસર ડી.એચ.માખેજા સાથે વાતચીત કરી હતી. આવો જોઇએ તેમણે શું કહયું...

Next Story