Connect Gujarat
સુરત 

સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં લાગી ભીષણ આગ, 25 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની આમીન ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ

X

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે. આમીન ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ થતા ઘટના સ્થળે દોડી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો. મિલની ચારે તરફથી આગમાં ફાટી નીકળતા ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી 25 થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.

વહેલી સવારે રાત્રે 3 વાગ્યાના અરસામાં લાગેલી આગ ફાયર બિગેડની 3 કલાકની મહેનત બાદ કાબુમાં આવી હતી. ફાયર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફાયરને કોલ મળતા ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. મિલમાં ચારે તરફથી આગ ફાટી નીકળી હતી. હાલ ફાયર દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી. મિલમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો કરોડો રૂપિયાનું નુકસાન થવાનો હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Next Story