Connect Gujarat
સુરત 

સુરત: GSTના દર વધતાં વેપારીઓમાં વિરોધનો સૂર,દેશભરના ઉદ્યોગકારોની યોજાય બેઠક

ટેક્સટાઈલ ઉઘોગમાં જીએસટી દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે

X

જીએસટી દર વધારવાના કારણે વેપારીઓમાં વિરોધનો સુર ઉભો થયો છે. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં દેશભરના ટેક્સ્ટાઇલ માર્કેટ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ આગામી દિવસોમાં કોર કમિટી નક્કી કરીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ બાદ હજી તો ઉદ્યોગ મુશ્કેલીમાંથી બહાર આવી રહ્યો છે ત્યાં ટેક્સટાઈલ ઉઘોગમાં જીએસટી દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જીએસટી દરમાં કરવામાં આવેલા વધારાના કારણે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં ફોગવા, ફોસ્ટા, ઉપરાંત મુંબઈ, દિલ્હી આગ્રા, અમદાવાદ સહિતની ટેક્સ ટાઈલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી સંસ્થાના હોદેદારો હાજર રહ્યા હતા. આ મીટીંગમાં એક જૂથ થઈને સરકારને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોર કમિટી નક્કી કરીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. દેશભરના ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો ડેટાબેઝ તૈયાર કરીને રાજ્યના નાણામંત્રી અને કેન્દ્રીય નાણા મંત્રીને રજૂઆત કરવા માટે જશે. એક કોર કમિટી તૈયાર કર્યા બાદ વ્યવસ્થિત રીતે ડેટાબેઝ તૈયાર કરીને નાનામાં નાની વિગતો સરકારને પહોંચાડવા માટેની તૈયારી વેપારીઓ કરી રહ્યા છે. ડેટાબેઝની અંદર વાસ્તવિક રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની વિગતો પહોંચાડવામાં આવશે.

Next Story