/connect-gujarat/media/post_banners/e0d6f72d8bc874492cb6581930789b16f7e7521393582e1dc573574cf00d3ca5.jpg)
સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી 24 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ વિધર્મીએ દુષ્કર્મ આચરતા યુવતીએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના વેસુ વિસ્તારમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વેસુના રાજપુત ફળિયા ખાતે રહેતા વસીમ અકરમ વાહીદ સનરાઈઝ ઈવેન્ટના નામે ધંધો કરે છે. વસીમ અકરમે વેસુ વિસ્તારમાં જ રહેતા અને મેહંદી મુકવાનું કામ કરતી 24 વર્ષીય યુવતીને પોતાની ઓળખ વાસુ ગ્વાલડીયા તરીકે આપી મિત્રતા કરી પોતાના સનરાઈઝ ઈવેન્ટમાં પાર્ટનર બનાવી હતી. ત્યારબાદ અવારનવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા, તેમજ રૂબરુમાં મળી વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં, વિધર્મી યુવકે લગ્ન કરવાની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ પણ કર્યું હતું. જોકે, હિન્દુ યુવતીને 7 મહિના બાદ યુવકની અસલ ઓળખ જાણવા મળી હતી, ત્યારે તે પોતે ચોંકી ઉઠી હતી. જેથી યુવતીએ વિધર્મી યુવક વિરુદ્ધ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાસુ ગ્વાલડીયા ઉર્ફે વસીમ અકરમ વાહીદ સામે દુષ્કર્મ અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી ધરપકડ કરી છે.