સુરત : સારોલી વિસ્તારના R.R.T.M.માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડની નજર સામે જ પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરીથી ચકચાર

સુરતના સારોલી વિસ્તારમાં આવેલ R.R.T.M.માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો,જોકે મધ્યરાત્રીના 12 : 30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા.

New Update
  • સારોલીની R.R.T.M.માર્કેટમાં ચોરીની ઘટના

  • સાડીના પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરીથી ચકચાર

  • મધ્યરાત્રીએ ટેમ્પોની થઇ ચોરી

  • ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

  • સિક્યુરિટી ગાર્ડની નજર સામે જ ચોર

  • પોલીસે ટેમ્પો ચોરી અંગે તપાસ શરૂ કરી

સુરતના સરોલી વિસ્તારના R.R.T.M.માર્કેટમાં પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે,મધ્યરાત્રીએ સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ ચોર ટેમ્પો ચોરીને ફરાર થઇ ગયા હતા,જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલ R.R.T.M.માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો,જોકે મધ્યરાત્રીના 12 : 30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા.અને સિક્યુરિટી ગાર્ડ સાથે કોઈ બાબતે ચર્ચા કરી હતી,અને બરાબર લાગ જોઈને સિક્યુરિટી ગાર્ડની નજર સામે જ સાડીના પાર્સલ ભરેલો ટેમ્પાની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.ઘટના અંગેની જાણ થતા જ ટેમ્પો માલિકે પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.પોલીસે R.R.T.M.માર્કેટના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.     

Latest Stories