સુરત: પાંડેસરાના નાગસેન નગરના વિદ્યાર્થીઓ માટે સામાજિક માર્ગદર્શનનું સેમિનારનું કરાયું આયોજન

પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના બુદ્ધવિહારના વિદ્યાર્થીઓને સામાજિક માર્ગદર્શનનું સેમિનાર યોજવામાં આવ્યું હતું વરિષ્ઠ સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

New Update
સુરત: પાંડેસરાના નાગસેન નગરના વિદ્યાર્થીઓ માટે સામાજિક માર્ગદર્શનનું સેમિનારનું કરાયું આયોજન

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના બુદ્ધવિહારના વિદ્યાર્થીઓને સામાજિક માર્ગદર્શનનું સેમિનાર યોજવામાં આવ્યું હતું વરિષ્ઠ સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું



બાળકો અભ્યાસની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ સમજે તે હેતુથી પાંડેસરા નાગસેન નગર બુદ્ધ વિહારના બાળકો માટે સામાજિક માર્ગદર્શનનું સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં છેલ્લા 40 વર્ષથી સામાજિક સેવા નિભાવતા વરિષ્ઠ સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય વિશે માહિતગાર કર્યા હતા સામાજિક આગેવાન બાપુ સૂર્યવંશીએ વિદ્યાર્થીઓને મહાત્મા જ્યોતિરાવ ફૂલે,સાવિત્રીબાઈ ફૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી જેમને શૈક્ષણિક ક્રાંતિ લાવવી સમાજમાં પરિવર્તન કેવી રીતે કર્યું તે વિશે માહિતગાર કર્યા હતા સાથે જ વરિષ્ઠ સામાજિક આગેવાન સુરેશભાઈ સોનવનેએ શિક્ષણ ઉપર ભાર મૂકી આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી વધુ શિક્ષિત કેવી રીતે મેળવી શકે અને પરિવારનું સપનું સહકાર કરી શકે તે વિશે માહિતગાર કર્યા હતા સાથેજ બાળકો શિક્ષણની સાથે કોઈ અધિકારી બની સમાજની સેવા પણ કેવી રીતે કરી શકે તેવી સંપૂર્ણ માહિતી આપી હતી વધુમાં સામાજિક આગેવાન ભીમરાવ સૈદાને,સુનિલ વાલ્હેએ હાલમાં સમાજની ચાલતી પરિસ્થિતિ અને સમાજમાં કેવી રીતે પરિવર્તન આવી શકે તેવી માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી હતી. પાંડેસરાના નાગસેન નગર બુદ્ધ બિહારમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી બાળકોને નિઃશુલ ટ્યુશન દ્વારા શૈક્ષણિક સેવા પુરી પાડવામાં આવે છે જ્યાં નિઃશુલ્ક ભણાવવા આવતા શિક્ષકોનું વરિષ્ઠ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

Latest Stories