સુરત : સચિનમાં બિહાર દિવસનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો,કેન્દ્રીય મંત્રી પાટીલ અને કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન રહ્યા ઉપસ્થિત

સુરતમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.

New Update
  • સચિનમાં બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન

  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાયની પણ વિશેષ ઉપસ્થિતિ

  • બિહાર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પાટીલે કર્યું સંબોધન

  • છઠ્ઠ પૂજામાં વિશેષ ટ્રેન દોડાવવા માટે આપ્યું આશ્વાસન   

Advertisment

સુરતના સચિન વિસ્તારમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યું હતું કેબિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. જાતિ-પાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે. હું બિહારની છઠ્ઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ. છઠ્ઠ પૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટેનું પણ તેઓએ આશ્વાસન આપ્યું હતું.

વધુમાં સી.આર.પાટીલે ઉમેર્યું હતું કે,ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે. આજે બિહાર તમારાથી આશા લગાવીને બેઠું છે. બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. પ્રધાનમંત્રી મોદીએ લાખો-કરોડો રૂપિયા આપી વિકાસનાં કામોની શરૂઆત કરાવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે. જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી. બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે. હજી વધુ કામ કરવાની આવશ્યકતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

 

Advertisment
Latest Stories