Connect Gujarat
સુરત 

સુરત : વિહાનથી ટીંબા ગામ તરફ જતા રોડ પર સર્જાયો ભયંકર અક્સ્માત, ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત

જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

સુરત : વિહાનથી ટીંબા ગામ તરફ જતા રોડ પર સર્જાયો ભયંકર અક્સ્માત, ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત
X

સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરતના કામરેજ તાલુકાના વિહાનથી ટિંબા ગામ તરફ જતા રસ્તા પર આજરોજ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ભરૂચના પાનોલીના વતની વિજય વસાવા, અનિલ વસાવા અને વિપુલ વસાવા ત્રણેય બાઈક પર સવાર થઈને વિહાનથી ટિંબા ગામ તરફ જતા હતા. જ્યાં બાઈક પર સવાર ત્રણેય લોકો ડમ્પરની અડફેટે આવી ગયા અને કચડાઈ ગયા હતા. બનેલી આ ઘટનામાં બાઈક સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત બાદ શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગતા આખેઆખી ટ્રક સળગી ઉઠી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસ અને ફાયર વિભાગને થતા બંને ટીમો હાલ સ્થળ પર પહોંચી ગઈ છે અને કામગીરી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ ફાયર અને પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગની ટીમે ડમ્પરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Next Story