સુરત: ખટોદરા નજીક રિક્ષા ચાલકે અડફેટે લેતા યુવાનની નિપજયુ મોત, પોલીસે તપાસ શરૂ કરી

શહેરના માનદરવાજા રેલ રાહત કોલોનીમાં રહેતો 38 વર્ષીય ગણેશ બાબુ બોરસે ભેસ્તાન ખાતે કાપડના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

New Update
સુરત: ખટોદરા નજીક રિક્ષા ચાલકે અડફેટે લેતા યુવાનની નિપજયુ મોત, પોલીસે તપાસ શરૂ કરી

સુરત શહેરના ખટોદરા પાસે રીક્ષા ચાલકે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું.યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલી રીક્ષા ચાલકે અડફેડે લેતા માથાના ભાગે ગંભીર ઇજાના પગલે યુવાનનું મોત નિપજયુ હતું

સુરત શહેરના માનદરવાજા રેલ રાહત કોલોનીમાં રહેતો 38 વર્ષીય ગણેશ બાબુ બોરસે ભેસ્તાન ખાતે કાપડના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ સાંજના સમયે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન રોડ ક્રોસ કરતાં પૂર ઝડપે આવી રહેલી રીક્ષા ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બીજી બાજુ ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોએ રીક્ષા ચાલકને પકડી પાડી પોલીસને સોપ્યો હતો. મૃતક ગણેશ બોરસે મૂળ મહારાષ્ટ્રના જલગાવનો વતની છે.પત્ની,બે પુત્રી એક પુત્ર સાથે રહેતો હતો. કપડાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક પૂર ઝડપે આવી રહેલ રીક્ષા ચાલકે અડફેટે લેતા મોત નીપજવાથી ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.ઘટનાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઇ સલામતપુરા પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.