સુરત : બંદુક લઈને સીનસપાટા મારવા યુપીના યુવકને ભારે પડ્યું, પોલીસે કરી ધરપકડ...

સુરત જિલ્લાના કીમ ગામમાં ફિલ્મી સ્ટાઈલમાં હાથમાં બંદુક લઈને સીનસપાટા કરતા એક ઇસમનો વિડીયો વાયરલ થયો હતો.

New Update
સુરત : બંદુક લઈને સીનસપાટા મારવા યુપીના યુવકને ભારે પડ્યું, પોલીસે કરી ધરપકડ...

સુરત જિલ્લાના કીમ ગામમાં ફિલ્મી સ્ટાઈલમાં હાથમાં બંદુક લઈને સીનસપાટા કરતા એક ઇસમનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે બંદુક સાથે તે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લાના કીમ ગામે પોસ્ટ ઓફીસ રોડ પર જમરૂખ ગલી પાસે એક ઇસમ હાથમાં બંદુક લઈને સીનસપાટા મારી રહ્યો હતો. યુવકના બંદુક સાથેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા કીમ પોલીસ હરકતમાં આવી હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કીમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી મૂળ યુપીના વતની અને હાલમાં કઠોદરા ગામ પાસે રહેતા બ્રિજેશ સંતરામ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 40 હજારની કિંમતની ડબલ બેરલ બંદુક તેમજ 2 જીવતા કારતુસ જપ્ત કર્યા હતા. પોલીસે તેની પાસેથી બંદુક અંગેના પુરાવા માંગતા કોઈ પુરાવા કે, લાયસન્સ ન હોવાથી કીમ પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.