સુરત:પાંડેસરામાં દરજીની દુકાને ગયેલા યુવકનું રસ્તા પર ઢળી પડતાં ઘટના સ્થળે જ મોત, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા

યુવક અચાનક જ રસ્તા પર ઢળી પડતાં માથામાં ઈજા પહોંચી હતી. જેને લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

New Update
સુરત:પાંડેસરામાં દરજીની દુકાને ગયેલા યુવકનું રસ્તા પર ઢળી પડતાં ઘટના સ્થળે જ મોત, હાર્ટ  એટેક આવ્યો હોવાની આશંકા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી સોસાયટીમાંથી 28 વર્ષીય યુવકનું અચાનક ઢળી પડતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સુરત અને ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી નવ યુવાનોના અચાનક જ મોત થઈ જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં ક્રિકેટ રમતા રમતા યુવાનોને અચાનક હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. ત્યારે ફરી પાછો સુરતમાં આવો જ એક શંકાસ્પદ મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી સોસાયટીમાંથી 28 વર્ષીય યુવક માતાજીના મંદિર પાસે દરજીની દુકાન પર કપડા સીવડાવવા માટે ગયો હતો. દરમિયાન અચાનક જ તે રસ્તા પર ઢળી પડતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવક અચાનક જ રસ્તા પર ઢળી પડતાં માથામાં ઈજા પહોંચી હતી. જેને લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક ઢળી પડતા યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.