/connect-gujarat/media/post_banners/130df66dba9e9cc6e36f7a5de06ca9dfa2dbd3c15780cb9de57f7dfe188bfd17.jpg)
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગની લીફ્ટમાં 27 વર્ષીય યુવકે 15 વર્ષીય કિશોરી સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે, ત્યારે ઘટનાના પગલે અડાજણ પોલીસે છેડતી કરનાર નરાધમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે વિકૃત માનસિકતા ધરાવતા 27 વર્ષીય યુવકે લીફ્ટમાં છેડતી કરી હતી. કિશોરી ઘરે જઈ રહી હતી, ત્યારે વિકૃત માનસિકતા ધરાવતો સાગર પટેલ પણ લિફ્ટમાં ઘૂસી ગયો હતો, જ્યાં કિશોરીની એકલતાનો લાભ લઈ યુવકે કિશોરીની સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જેને લઇ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતા રડતા સમગ્ર હકિકત ઘરે જઈ તેના માતા-પિતાને કહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા માતા-પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકીના માતા-પિતાની ફરિયાદ અને લિફ્ટમાં રહેલા CCTVના આધારે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અશ્લીલ હરકત કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.