સુરત: આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની કરવામાં આવી જાહેરાત

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વધુ 12 ઉમેદવારનોના નામની જાહેરાત કરવામાં આવી છે.આપ દ્વારા અત્યારસુધીમાં કુલ 53 ઉમેદવારો જાહેરકરવામાં આવ્યા છે

New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિકોલમાં અશોક ગજેરા અને સાબરમતીથી જસવંત ઠાકોરને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ કુલ 53 ઉમેદવાર જાહેર કર્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિનાઓ પહેલા ઉમેદવારોને જાહેરાત કરવાનું આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું છે. આપની પાંચમી યાદીમાં ભુજથી લઈને વ્યારા સુધી 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા સુધી 41 ઉમેદવાર જાહેર ચુક્યા છે. આ અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતુ કે અમારી પાર્ટી આ પ્રકારની નવી રાજનીતિ કરી રહી છે. પહેલા માત્ર ચૂંટણીના થોડા દિવસ પૂર્વે જ ઉમેદવારોના નામ જાહેર થતા હતા પરંતુ અમે પહેલાથી જ નામ જાહેર કરી દઈએ છે. જેથી કરીને મતદાર અને ઉમેદવારો વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ શકે અને આ પ્રથા આમ આદમી પાર્ટી જ શરૂ કરી રહી છે.