સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.

સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર
New Update

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા જ પેપર લીક થતા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના સહિત એનએસયુઆઈના કાર્યકર્તાઓ એક સાથે સરકાર સામે વિરોધ કરતા નજરે પડ્યા હતા. આમ આદમી પાર્ટીએ પેપર કાંડમાં સામેલ કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ ગૌણ સેવાના અધ્યક્ષને સસ્પેન્ડ કરવાની માંગ સાથે એજન્ટોની સામે જ નહીં પરંતુ મુખ્ય જે આરોપીઓ છે તેમની પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આવેદનપત્ર આપવા દરમિયાન કલેક્ટર કચેરી પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અલ્પેશ કથેરીયા અને સુરત પોલીસ સાથે આવેદનપત્ર આપવા બાબતે બોલાચાલી થઈ હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Aam Aadmi Party #protested #Surat #paper leak #letter #Collector #Alpesh Kathiria
Here are a few more articles:
Read the Next Article