Connect Gujarat
સુરત 

સુરત : પરીક્ષા પૂર્વે પેપર લીકનો ABVP દ્વારા આક્ષેપ, MTB કોલેજના આચાર્યને પદ પરથી હટાવવાની માંગ...

MTB કોલેજ પેપર લીક મામલે નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.

X

MTB કોલેજ પેપર લીક મામલે નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. MTB કોલેજના આચાર્ય ભાવના ચાંપાનેરી પર પરીક્ષા પૂર્વે પેપર લીક કરવાના આરોપ લાગ્યા હતા, ત્યારે એબીવીપીના કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલી ભાવના ચાંપાનેરીને આચાર્ય પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી હતી.

ઓક્ટોબર મહિનામાં પરીક્ષા પૂર્વે 2 દિવસ પહેલા MTB કોલેજના આચાર્ય ભાવના ચાપેનેરી દ્વારા પેપરના સીલ ખોલી લીક કર્યા હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા. એબીવીપીએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરાવી દેવાયા હતા, જ્યારે આ મામલે 25 દિવસ વીતી ગયા હોવા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં વીર નર્મદ ખાતે વિરોધ દર્શાવી કુલપતિ ઓફિસ બહાર રામધૂન બોલાવી ભાવના ચાંપાનેરીને આચાર્ય પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

Next Story