-
મોટા બોરસરા ગેંગરેપનો મામલો
-
કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા
-
17 તારીખ કોર્ટ આરોપીને સજા સંભળાવશે
-
15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી
-
અગાઉ એક આરોપીનું થયું હતું મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રી દરમિયાન લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની હતી,જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી,જોકે એક આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું,જ્યારે ઘટનામાં કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે,અને સોમવારે કોર્ટ સજાનો હુકમ કરશે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નવરાત્રીની રાત્રીએ જ સગીર વયની યુવતી સાથે લૂંટ વિથ ગેંગરેપની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી,જે ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં પોલીસ તપાસ દરમિયાન એક આરોપીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું.જ્યારે બે આરોપીઓ સામે પોલીસે 15 જ દિવસમાં 3000 પનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવીને ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ કરી હતી. અને દિવસ-રાતની મહેનત બાદ 467 પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી.સાથે જ 2500 પાનાની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો.આ ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નોંધાયેલા નિવેદનો અને મજબૂત પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પોલીસે પુરાવામાં મેડિકલ રિપોર્ટ્સ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલ કરી હતી,અને તેને કોર્ટે માન્ય રાખીને બે આરોપીઓ મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને કોર્ટે દોષિત જાહેર કર્યા છે,જેમને સોમવારના રોજ કોર્ટ દ્વારા સજાનો હુકમ કરવામાં આવશે.