સુરત : પરિવાર સાથે સૂતી 4 વર્ષીય બાળકીને ઉઠાવી નરાધમે આચર્યું દુષ્કર્મ, CCTVના આધારે પોલીસે કરી ધરપકડ...

સુરત શહેરમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને એક અજાણ્યો યુવક ઉંચકી ગયો હતો,

New Update
સુરત : પરિવાર સાથે સૂતી 4 વર્ષીય બાળકીને ઉઠાવી નરાધમે આચર્યું દુષ્કર્મ, CCTVના આધારે પોલીસે કરી ધરપકડ...

સુરત શહેરમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને એક અજાણ્યો યુવક ઉંચકી ગયો હતો, અને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને મુકી ફરાર થઇ ગયો હતો. પરિવારને જાણ થતા જ બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડ્યો છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલ આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં મધ્ય પ્રદેશનું પરિવાર મજૂરી કામ કરી ત્યાં જ રહેતું હતું, જ્યાં 4 વર્ષની બાળકી પરિવાર સાથે સૂતી હતી, ત્યારે નજીકમાં જ રહેતો 21 વર્ષીય યુવક બાળકીને ઉઠાવી જઈ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચરી બાળકીને રઝળતી હાલતમાં મુકીને જતો રહ્યો હતો. બાળકી જેમતેમ કરી દર્દથી કણસતી હાલતમાં પરત ફરી હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે. CCTVમાં યુવક બાળકીને ઉંચકીને લઇ જતો અને બાળકી પરત ફરતા સમય પ્રમાણે 2 કલાક નરાધમે બાળકી પર હેવાનિયત આચરી હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળકી કણસતી હાલતમાં જેમતેમ પરત ફરતા તેમજ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોતાં પરિવારના ફાગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકીને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. બાળકીના તાત્કાલિક 2 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાઇવેટ પાર્ટની સર્જરી કરવામાં આવી હતી. હાલ બાળકીની હાલત નાજુક છે,અને આઇસીયુમાં દાખલ છે. બાળકીને બચાવવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પરિવારની જાગૃતિ માટે વારંવાર કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. સુરતમાં આવા ગુનાઓ બને, ત્યારે પોલીસ ગંભીરતાથી આવા ગુનાઓ ઉકેલવાનો પ્રયાસ કરે છે. બાળકીને બચાવી લેવામાં આવી છે. અને આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ તમામ પુરાવાઓ સાથે ઝડપથી તપાસ પૂર્ણ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરી આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.

Advertisment