સુરત : 13 વર્ષ બાદ શેખપુરની સોસાયટીમાં હરાજીની નોટિસ મળતા રહિશોની ઊંઘ હરામ, બિલ્ડરનો કર્યો ઘેરાવ

શેખપુર વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી,

સુરત : 13 વર્ષ બાદ શેખપુરની સોસાયટીમાં હરાજીની નોટિસ મળતા રહિશોની ઊંઘ હરામ, બિલ્ડરનો કર્યો ઘેરાવ
New Update

સુરત શહેરના શેખપુર વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી, ત્યારે સ્થાનિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસ પર ધસી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોકે, બિલ્ડરે અગાઉ પ્રોજેક્ટ લોન લીધા બાદ બેન્કમાં રૂપિયા ન ભર્યા હોવાથી સમગ્ર મામલો બહાર આવ્યો છે.

સુરત શહેર તથા જિલ્લામાં લોકો સાથે અવારનવાર છેતરપિંડીની ઘટના સામે આવે છે. મકાન લીધા બાદ બેન્કકર્મીઓ અને બિલ્ડરની મિલિભગતથી અનેક એવી ઘટનાઓ બને છે કે, જેમાં બિલ્ડર દ્વારા પ્રોજેકટ લોન લીધા બાદ તેમાં મકાન બનાવી વહેંચી દેવામાં આવે છે. જોકે, બેન્ક દ્વારા પણ માહિતી મેળવ્યા વગર મકાન પર લોન આપવામાં આવે છે. તેવી જ એક ઘટના સુરતના શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટીમાં બની છે. વર્ષ 2009માં આ સોસાયટી બની હતી. સોસાયટીમાં કુલ 1450 જેટલા રો- હાઉસ બન્યા હતા. આ રો-હાઉસ બન્યા બાદ તમામ રો-હાઉસ વહેંચી દેવાયા હતા. હવે, સોસાયટી બન્યાને 13 વર્ષ થયાં છે, ત્યારે 13 વર્ષ બાદ સોસાયટીમાં રહેતા લોકોને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. મકાન માલિકોને હરાજીની નોટિસ મળી, ત્યારે તપાસ કરાતા 52 કરોડ 26 લાખ 30 હજારની આ જગ્યા પરની પ્રોજેકટ લોન લેવામાં આવી હતી. આ વાતની જાણ થતા જ સોસાયટીના લોકોએ સોસાયટી બાંધનાર આર.સી. એન્ડ કંપનીના બિલ્ડરને સોસાયટીમાં બોલાવ્યા હતા, અને NOCની માંગ કરી હતી. જોકે, 2 દિવસ પહેલા સ્થાનિકોને માલુમ પડે છે કે, તે જે સોસાયટીમાંમાં રહે છે. તે સોસાયટીની આગામી 4 તારીખે હરાજી કરવામાં આવશે. આ વાત સાંભળતા જ તમામ લોકો સુરતના સરથાણા ખાતે આવેલી બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં પોતાને ન્યાય આપવાની માંગ સાથે બિલ્ડરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો.

#Connect Gujarat #BeyondJustNews #Residents #Surat #Auction #receiving #notice #Builder #Sheikhpur society
Here are a few more articles:
Read the Next Article