સુરત : બાળકને ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાએ પણ ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર...

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં માસૂમ બાળકને ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

New Update
  • ઉમરા વિસ્તારમાંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી

  • 4 વર્ષના માસૂમ પુત્ર સાથે માતાએ આપઘાત કરતાં ચકચાર

  • બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી

  • પૂર્વ પતિનો માનસિક ત્રાસ જવાબદાર હોવાનો પરિવારનો આક્ષેપ

  • હત્યા-આત્મહત્યાનો ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી 

સુરત શહેરના ઉમરા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પોતાના 4 વર્ષીય માસૂમ પુત્ર શિવાય સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક વિગતો મુજબપૂનમે પહેલા પોતાના વ્હાલસોયા પુત્રને ગળેફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

આ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ છે. એક હસતા-રમતા બાળકની હત્યા અને માતાના આપઘાતની આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છેત્યારે હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુન્હો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories