દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. તાપી નદીને પ્રદુષિત થતી બચાવવા તંત્ર દ્વારા 19 કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તા શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાપડા નગરી સુરતમાં તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં કુંત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત ડુમસ દરિયા કિનારે વિસર્જન માટે ક્રેન સહિતની વિવિધ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે સવારથી વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય વિસારજન યાત્રા નીકળી હતી અને વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રી પુર્ણેશ મોદી, ધારાસભ્ય ઝંખના પટેલ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દુંદાળાદેવની આરાધના કરી હતી
સુરતમાં ગણેશ વિસર્જનને ધ્યાને લઈ સુરક્ષા અને સલામતનીના પગલા પણ ભરવામાં આવ્યા છે. કાપડ નગરીમાં લગભગ 68 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે જેના પગલે પોલીસ તંત્ર ખડેપગે તૈનાત છે. 5 હજારથી વધુ પોલીસકર્મચારીઓ અને અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખી રહ્યા છે. તંત્ર દ્વારા સુરતના 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ 5 ફૂટથી ઊંચી પ્રતિમાનું ડુમસ અને હજીરા ખાતે દરિયામાં વિસર્જન કરવામાં આવી રહયું છે