સુરત : પરિવારના 6 સભ્યોના અકસ્માતે મોત બાદ નિરાધાર દીકરીઓની વ્હારે આવ્યો સમાજ.

સુરતના કામરેજ તાલુકાના કઠોદરા ખાતે રહેતા ગઢિયા પરિવારના દીકરી જમાઈ સહિત 6 સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો હતો

સુરત : પરિવારના 6 સભ્યોના અકસ્માતે મોત બાદ નિરાધાર દીકરીઓની વ્હારે આવ્યો સમાજ.
New Update

ગત તા. 23 નવેમ્બરના રોજ સુરતથી સૌરાષ્ટ્ર લગ્નપ્રસંગે જતાં ગઢિયા પરિવારની કારણે રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, ત્યારે ગંભીર અકસ્માતની ઘટનામાં પરિવારના 6 સભ્યોના મોત થયા હતા. મૂળ અમરેલીના મોટા મુજીયાસર ગામ અને હાલ સુરતના કામરેજ તાલુકાના કઠોદરા ખાતે રહેતા ગઢિયા પરિવારના દીકરી જમાઈ સહિત 6 સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો હતો. અકસ્માતની ઘટનામાં સદનસીબે બચી ગયેલી 3 દીકરીઓએ પોતાના મા-બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી.

જોકે, નિરાધાર બનેલી ત્રણેય દીકરીઓની વ્હારે પટેલ સમાજની વિવિધ સંસ્થાઓ અને કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની આગેવાની દીકરીઓ માટે 21 લાખની સહાય રકમ એકઠી કરવાનું નક્કી કરાયું હતું, ત્યારે સોશિયલ મીડિયાના આધારે ઝુંબેશ શરૂ કરાતા માત્ર 2 દિવસમાં જ રૂપિયા 13 લાખથી વધુની રકમ ભેગી કરી લીધી હતી, ત્યારે એકઠી થયેલ સહાય રકમને દીકરીઓના બેન્ક એકાઉન્ટમાં મુકવામાં આવશે. તો બીજી તરફ સમાજ સેવક મહેશ રામાણીએ ત્રણેય દીકરીઓના ઉચ્ચ અભ્યાસની જવાબદારી ઉઠાવી ઉમદા કાર્ય કરી બતાવ્યુ છે.

#ConnectGujarat #accidental death #Surat #Gujarati News #Rajkot Gondal Accident #Rajkot Gondal #Surat Gondal Accident
Here are a few more articles:
Read the Next Article