/connect-gujarat/media/post_banners/7c9f65779a72a7ab8f128b721108dee263f3d13e6f519665f7870f89035e2d30.jpg)
સુરત શહેરના અંજની ઇન્ડસ્ટ્રીયલમાં થોડા દિવસ અગાઉ ત્રીપલ મર્ડરની ઘટના સામે આવી હતી. અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેવું સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનું દૂષણ જાણે વધી ગયું હોય, તેમ રસ્તા પણ બ્લોક કરી દઈ ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે, ત્યારે આજે સવારથી જ કતારગામ ઝોન દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ અવારનવાર વાદ વિવાદનું કારણ બનતું રહ્યું છે. દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનમાં પણ અંજની ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને ભડકાવતા પોસ્ટર લગાવવામાં આવે છે, ત્યારે થોડા દિવસ અગાઉ કારીગરો દ્વારા કરાયેલા ત્રિપલ હત્યા કેસ બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે, અંજની ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા વિસ્તારો છે કે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા પોતાનો ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે, ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસઆરપી, પોલીસ અને માર્શેલો સાથે પહોંચેલા કતારગામ ઝોનના અધિકારીઓ અને સ્ટાફે ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી કરી હતી. જેમાં અસામાજિક તત્વો દ્વારા કબજો જમાવી દેવામાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીમાં રેલ્વે ગરનાળા ફાટકથી કેનાલને જોડતા દોઢ કિલોમીટર લાંબા રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/15/uttrakhnd-2025-07-15-20-35-24.jpg)