સુરત : ફૂટપાથ રહેતા બાળકનું અપહરણ કરનાર શખ્સને અમદાવાદ રેલ્વે પોલીસે દબોચી લીધો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો.

New Update

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફૂટપાથ રહેતા 5 વર્ષીય બાળકના અપહરણ મામલે અમદાવાદ રેલ્વે પોલીસની મદદથી કતારગામ પોલીસે અપહૃત બાળકને મુક્ત કરાવી 32 વર્ષીય અપહરણકર્તાને દબોચી લીધો હતો.

મૂળ ઉત્તર પ્રદેશની વતની ૩૦ વર્ષીય વિધવા તેની 6 વર્ષની પુત્રી અને 6 વર્ષના પુત્ર સાથે થોડાક મહિના પહેલાં સુરત રહેવા આવી હતી. મજૂરી કામ કરી પેટિયું રળતી આ મહિલા લલિતા ચોકડી પાસે ફૂટપાથ ઉપર બન્ને બાળકો સાથે રહેતી હતી. ગત 7મી તારીખે બપોરના અરસામાં 5 વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો. મોડે સુધી શોધખોળ કરવા છતાં પણ તે નહીં મળતાં કતારગામ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ચૌધરી અને તેમની ટીમે CCTV ફૂટેજ ચેક કરતાં બાળકનું અપહરણ કરનાર શખ્સ અહીં ભંગાર વીણતો હોવાનું અને તે આ બાળકને પોતાનો મોબાઇલ ફોન રમવા આપતો હોવાનું તથા ક્યારેક નાસ્તો પણ કરાવતો હતો.

સદ્ભાગ્યે આ શખ્સનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલનું લોકેશન કઢાવતાં તે અમદાવાદ તરફ જતી ટ્રેનમાં જતો હોય તેવું જણાઇ આવતાં અમદાવાદ રેલ્વે પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ.ગઢવીને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે તથા અમદાવાદ ઝોન-2ની સ્ક્વોર્ડે 32 વર્ષીય અપહરણકાર દીપક બાબુરાવ ઈગળેને દબોચી લઇ બાળકને મુક્ત કરાવ્યંન હતું. આરોપીએ કરેલી કબુલાત પ્રમાણે પોતાનું લગ્નજીવન થોડાક મહિનામાં જ ભાંગી પડ્યું હતું. પોતાને કોઈ સંતાન પણ ન હતુંઅને એકલો જ રહેતો હતો. આ બાળકને તે વારંવાર મળતો હોયજેથી તેની સાથે લાગણી બંધાઇ ગઇ હતી. બાળક હંમેશાં પોતાની સાથે રહી શકે તે માટે અપહરણ કરી ગયાનું જણાવ્યું હતુંત્યારે હાલ તો કતારગામ પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

 

Latest Stories